જૂન 21, 2025 3:47 પી એમ(PM)

printer

11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી વડનગરના શર્મિષ્ઠા તળાવ પરિસર ખાતે કરવામાં આવી.

11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી વડનગરના શર્મિષ્ઠા તળાવ પરિસર ખાતે કરવામાં આવી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉજવણીમાં સામૂહિક યોગ ક્રિયામાં લોકો સાથે યોગાસનો કરીને સહભાગી બન્યા હતા. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે યોગ વિશ્વના દેશોના લોકોની રોજબરોજની જીવન શૈલીનો ભાગ બની ગઈ છે. તેમણે યોગ વિકસિત, સ્વસ્થ અને તંદુરસ્ત ગુજરાતનું નિર્માણ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

રાજ્યભરમાં મહાનગરપાલિકાથી લઈને ગ્રામ પંચાયત સુધી અંદાજે કુલ દોઢ કરોડ લોકો આંતરરાષ્ટીય યોગ દિવસ ની ઉજવણીમાં સામૂહિક યોગ ક્રિયામાં જોડાયા હતા. દરમિયાન બે હજાર 21 લોકોએ 2 મિનિટ સુધી એકસાથે ભૂજંગાસન કરીને ગિનિસ વિશ્વ રેકોર્ડ સર્જ્યો હતો.