જાન્યુઆરી 22, 2026 7:55 પી એમ(PM)

printer

100 કરોડ રૂપિયાની નકલી ITC છેતરપિંડી મામલે, પશ્ચિમ બંગાળ, મણિપુર અને ઝારખંડમાં EDના દરોડા

100 કરોડ રૂપિયાના નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ-ITC છેતરપિંડી મામલે, પ્રવર્તન નિદેશાલય-ED એ પશ્ચિમ બંગાળ, મણિપુર અને ઝારખંડમાં 10 સ્થળોએ શોધ અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ-PMLA, 2002 હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું.
ED એ CGST અને સેન્ટ્રલ એક્સાઇઝ, ઇટાનગર કમિશનરેટ દ્વારા અરુણાચલ પ્રદેશના સિદ્ધિ વિનાયક વેપારી સામે નોંધાવેલી ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી, જે તેના જાહેર કરેલા સરનામે અસ્તિત્વમાં ન હોવાનું જાણવા મળ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું છે કે પેઢીએ ઓક્ટોબર 2023 થી માર્ચ 2024 દરમિયાન, 11 અલગ અલગ રાજ્યોમાં નોંધાયેલી 58 પ્રાપ્તકર્તા સંસ્થાઓને છ મહિનામાં 658 કરોડ રૂપિયાથી વધુના કરપાત્ર મૂલ્યના કુલ 15 હજાર 258 નકલી બિલ જારી કર્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.