જુલાઇ 17, 2025 7:11 પી એમ(PM)

printer

10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં “સુપર સ્વચ્છ લીગ”માં સુરત શહેર બીજા ક્રમે

કેન્દ્ર સરકારના વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં સુપર સ્વચ્છ લીગમાં સુરત શહેર દેશભરમાં બીજા ક્રમે રહ્યું છે.
શહેરના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યુ કે મહાનગરપાલિકાના તમામ સ્ટાફની મહેનત, શહેરના લોકોની ભાગીદારી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનને કારણે, સુરતને આ વર્ષે ફરીથી એવોર્ડ મળ્યો છે.