ડિસેમ્બર 3, 2025 9:30 એ એમ (AM)

printer

10 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું

પવનોની દિશા બદલાતા રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે. હવામાન વિભાગ અનુસાર આગામી સાત દિવસમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. જોકે ત્યારબાદ ઠંડી વધી શકે છે.બીજી તરફ રાજ્યમાં 10 ડિગ્રી લધુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે. છેલ્લા 24 કલાકમાં નલિયાના તાપમાનમાં 4.8 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.