10 લાખથી વધુ વસ્તી ધરાવતા દેશનાં સૌથી સ્વચ્છ શહેરોમાં અમદાવાદ પ્રથમ ક્રમે આવ્યું છે. ગઇ કાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, શહેરના મેયર પ્રતિભા જૈન અને મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાનીને આ પુરસ્કાર એનાયત કર્યો હતો.અમદાવાદ મહાનગરપાલિકાનાં સ્વચ્છતાનાં પ્રયાસોનાં પરિણામે અમદાવાદે સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન હાંસલ કર્યું છે.કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદે ગયા વર્ષે 15મા સ્થાનેથી હરણફાળ કૂદકો લગાવીને આ વર્ષે સમગ્ર દેશનાં સ્વચ્છ શહેરોમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન, પીરામા ડમ્પિંગ સાઇટનું બાયોમાઇનિંગ અને કચરાનાં પુનઃ ઉપયોગ જેવી પહેલે અમદાવાદને પ્રથમ ક્રમ અપાવ્યો છે.10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં સુપર સ્વચ્છ લીગમાં સુરત દેશમાં બીજા ક્રમે રહ્યું છે, જ્યારે 3 થી 10 લાખની વસ્તી ધરાવતા શહેરોમાં ગાંધીનગરને પણ સ્થાન મળ્યું છે. સ્વચ્છતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ વડોદરા અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણને “ઉભરતાં સ્વચ્છ શહેર” તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે.ગાંધીનગર લોકસભાના ક્ષેત્રના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે આ પુરસ્કરો મેળવવા બદલ અમદાવાદ અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.
Site Admin | જુલાઇ 18, 2025 9:27 એ એમ (AM)
10 લાખથી વધુ વસ્તી ધરાવતા દેશનાં સૌથી સ્વચ્છ શહેરોમાં અમદાવાદ પ્રથમ ક્રમે અને સુપર સ્વચ્છ લીગ કેટેગરીમાં સુરત બીજા ક્રમે
