ઓગસ્ટ 29, 2025 7:43 પી એમ(PM)

printer

૧૬મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપની ૨૫ મીટર સેન્ટર ફાયર ઇવેન્ટમાં ભારતનાં ખેલાડીઓએ સુવર્ણ ચંદ્રક જીત્યો.

કઝાકિસ્તાનના શિમકેન્ટમાં ૧૬મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપના છેલ્લા દિવસે ભારતે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું. ૨૫ મીટર સેન્ટર ફાયર ઇવેન્ટમાં, ઓલિમ્પિયન ગુરપ્રીત સિંહે રાજ કંવર સિંહ સંધુ અને અંકુર ગોયલ સાથે મળીને ભારત માટે ટીમ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.
યુવા ભારતીય શૂટર માનિની કૌશિકે મહિલાઓની ૫૦ મીટર રાઇફલ પ્રોન ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક અને ટીમ ઇવેન્ટમાં રજત ચંદ્રક જીતવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.