ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 29, 2025 8:46 એ એમ (AM)

printer

૧૬મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતે પુરુષોની ૨૫ મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ ઇવેન્ટમાં બે સુવર્ણ ચંદ્રક જીત્યા

૧૬મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતે પુરુષોની ૨૫ મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ ઇવેન્ટમાં બે સુવર્ણ ચંદ્રક જીત્યા. એક ચંદ્રક વ્યક્તિગત ઇવેન્ટમાં અને બીજો ટીમ ઇવેન્ટમાં આવ્યો. ગુરપ્રીત સિંહે વ્યક્તિગત ઇવેન્ટમાં પોતાનો પહેલો આંતરરાષ્ટ્રીય સુવર્ણ ચંદ્રક જીત્યો જ્યારે અમનપ્રીત સિંહે રજત ચંદ્રક મેળવ્યો. આ જોડીએ હર્ષ ગુપ્તા સાથે ટીમ ઇવેન્ટમાં પણ સુવર્ણ ચંદ્રક જીત્યો.ભારતીય શૂટર્સે જુનિયર ઇવેન્ટ્સમાં પણ પોતાનું પ્રભાવશાળી પ્રદર્શન ચાલુ રાખ્યું. ભારતે ૫૦ મીટર રાઇફલ પ્રોન જુનિયર ટીમ અને ૨૫ મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ જુનિયર ટીમ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યા.૨૫ મીટર જુનિયર સ્ટાન્ડર્ડ પિસ્તોલ વ્યક્તિગત ઇવેન્ટમાં, સૂરજ શર્માએ રજત અને તનિષ્ક નાયડુએ કાંસ્ય ચંદ્રક જીત્યો. મુકેશ નેલાવલ્લી સાથે મળીને આ જોડીએ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. ૫૦ મીટર રાઇફલ પ્રોન જુનિયર ટીમ ઇવેન્ટમાં, સામી ઉલ્લાહ ખાન, એડ્રિયન કર્માકર અને કુશાગ્ર સિંહ રાજાવતની ત્રિપુટીએ ભારતને બીજો સુવર્ણ ચંદ્રક અપાવ્યો.આ સાથે, ચેમ્પિયનશિપમાં ભારતે ૪૪ સુવર્ણ ૨૦ રજત અને ૧૮ કાંસ્ય સહિત કુલ ૮૨ ચંદ્રકો જીત્યા છે.શૂટિંગ ચેમ્પિયનશિપ આજે સમાપ્ત થશે. આજે મહિલાઓની ૫૦ મીટર રાઈફલ પ્રોન ઇવેન્ટ, પુરુષોની ૨૫ મીટર સેન્ટર ફાયર પિસ્તોલ ઇવેન્ટ અને પુરુષોની જુનિયર કેટેગરીના મેચો યોજાશે.