૧૨મો પુરુષ એશિયા હોકી કપ ૨૦૨૫નો આજથી બિહારના રાજગીર ખાતે રાષ્ટ્રીય રમત દિવસ પર શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં આઠ ટોચના એશિયન દેશો- ભારત, જાપાન, ચીન, કઝાકિસ્તાન, મલેશિયા, કોરિયા, બાંગ્લાદેશ અને ચાઇનીઝ તાઈપેઈ ભાગ લેશે.આજે હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે આ કપની શરૂઆત થશે. એશિયા હોકી કપનું બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન કરશે.આ ઇવેન્ટ ૨૦૨૬ના FIH હોકી વર્લ્ડ કપ માટે ક્વોલિફાયર તરીકે સેવા આપતી હોવાથી મહત્વપૂર્ણ છે. સાત સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ રમાનારી ફાઇનલ મેચ સુધી કુલ ૨૪ મેચ રમાશે.
Site Admin | ઓગસ્ટ 29, 2025 8:48 એ એમ (AM)
૧૨મો પુરુષ એશિયા હોકી કપ ૨૦૨૫નો આજથી બિહારના રાજગીર ખાતે રાષ્ટ્રીય રમત દિવસ પર શરૂ થશે
