ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

હ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બનાસકાંઠા પોલીસ ટીમ સાથે મા અંબાને ધજા અર્પણ કરી

શક્તિપીઠ અંબાજી ખાતે યોજાયેલા ભાદરવી પુનમના મેળાનું ગઈકાલે સમાપન થયું છે. ભાદરવી પૂનમ મહામેળાના અંતિમ દિવસે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા માતાજીને ધજા ચડાવાની પરંપરા રહી છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બનાસકાંઠા પોલીસ ટીમ સાથે મા અંબાને ધજા અર્પણ કરી હતી. અંબાજી મંદિર પાસેના ખોડીવલી સર્કલ ખાતે મુખ્ય પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સમગ્ર મેળાનું સંચાલન કરવામાં આવ્યું હતું. મેળામાં સલામતી માટે 24 કલાક કાર્યરત પોલીસની ફરજનિષ્ઠાની પણ શ્રી સંઘવીએ પ્રશંસા કરી હતી.
પદયાત્રીઓની સેવા કરનારા અને પદયાત્રાના માર્ગો ઉપર સફાઈ કરનારા સેવાભાવી લોકોની સેવાને પણ ગૃહરાજ્ય મંત્રીએ બિરદાવી હતી.
બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ સવજી પટેલ જણાવે છે કે, જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલે પણ શ્રદ્ધાપૂર્વક ધ્વજારોહણ કરીને માતાના આશીર્વાદ મેળવ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.