જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ધૂળેટીના તહેવારોને અનુલક્ષીને શહેરના વિવિધ વિસ્તોરમાં ખાણી-પીણીની ચીજવસ્તુઓના વેચાણ કરનારા વેપારીઓના એકમો પર તપાસ હાથ ધરાઇ હતી. શહેરમાં ખજૂર, પતાસા, હાયડા, ધાણી વિગેરેના વિક્રેતાઓ અને હોલસેલ દુકાનદારોને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી, તપાસ કામગીરી દરમિયાન શંકાસ્પદ જણાતા ખાદ્ય ખોરાકના સેમ્પલ વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, આરોગ્ય અધિકારી એન.વી. પરમારના જણાવ્યા અનુસાર આ પ્રકારની કામગીરી આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં હાથ ધરાશે.
Site Admin | માર્ચ 12, 2025 10:19 એ એમ (AM)
હોળી ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખજૂર, હાયડા સહિતના વિક્રેતાઓના ત્યાં તપાસ, શંકાસ્પદ નમૂના તપાસ માટે મોકલાયાં.
