ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 28, 2024 3:40 પી એમ(PM) | હોમગાર્ડ્સ

printer

હોમગાર્ડ્સ અને નાગરિક સંરક્ષણ દળના જવાનો માટેનો રાજ્યકક્ષાનો રમતોત્સવ આજે ગાંધીનગરના સાંઇ સ્પોર્ટસ ઓથોરિટી ગ્રાઉન્ડ ખાતે શરૂ થયો છે

હોમગાર્ડ્સ અને નાગરિક સંરક્ષણ દળના જવાનો માટેનો રાજ્યકક્ષાનો રમતોત્સવ આજે ગાંધીનગરના સાંઇ સ્પોર્ટસ ઓથોરિટી ગ્રાઉન્ડ ખાતે શરૂ થયો છે. રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ રમતોત્સવનો શુભારંભ કરાવ્યો હતો.
આ રમતોત્સવમાં પુરુષ તથા મહિલા શ્રેણીમાં 100, 200, 400 મીટર દોડ, લાંબી કૂદ, ગોળા ફેંક અને રસ્સા ખેંચ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પુરુષોની શ્રેણીમાં કબડ્ડી, વોલીબોલ અને મહિલા શ્રેણીમાં ખો- ખો જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.