હોબાળાને પગલે વિપક્ષના દસ સાંસદોને વકફ(સુધારા) બિલ, 2024 પર સંસદનીસંયુક્ત સમિતિની આજની બેઠકમાંથી સસ્પેન્ડ કરાયા છે. તેમાં તૃણમૂલ કોંગ્રેસનાકલ્યાણ બેનર્જી, દ્રવિડ મુનેત્ર કઝગમનાએ રાજા,કોંગ્રેસના નાસિર હુસૈન અને ઈમરાન મસૂદ તેમજ સમાજવાદીપાર્ટીના મોહિબુલ્લાનો સમાવેશ થાય છે. ભાજપ સાંસદ અપરાજિતા સારંગીએ વિપક્ષીસભ્યોને સભામાં તેમના વર્તન અંગે સવાલ કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે કલ્યાણબેનર્જીએ પેનલના અધ્યક્ષ જગદંબિકા પાલ સામે અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો હતો. બીજી તરફ, શ્રીબેનર્જીએ કહ્યું કે બેઠકનો વિષય બદલાઈ ગયો છે. તેમણેઆરોપ લગાવ્યો કે તેઓ દિલ્હી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉતાવળ કરવાનો પ્રયાસ કરીરહ્યા છે. તેમણે અધ્યક્ષની પણ ટીકા કરી હતી. જેપીસીમાં લોકસભાના 21 અને રાજ્યસભાના10 સભ્યોનો સમાવેશ થાય છે.
Site Admin | જાન્યુઆરી 24, 2025 6:43 પી એમ(PM) | વકફ(સુધારા) બિલ
હોબાળાને પગલે વિપક્ષના દસ સાંસદોને વકફ(સુધારા) બિલ, 2024 પર સંસદનીસંયુક્ત સમિતિની આજની બેઠકમાંથી સસ્પેન્ડ કરાયા
