ડિસેમ્બર 4, 2025 9:34 એ એમ (AM)

printer

હોટલ અને ફુડસ્ટોલમાં રાજ્યભરમાં તપાસ બાદ ખાદ્ય ગુણવત્તામાં ખામી જણાય તો સંચાલકો સામે કડક કાર્યવાહી આદેશ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ જિલ્લાના કલેકટર, મહાનગરપાલિકા કમિશનર અને દેવસ્થાનના વહીવટદારો સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી. જેમાં ખાદ્ય ગુણવત્તામાં ખામી જણાય તો સંચાલકો સામે કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ.
બેઠકમાં યાત્રાળુઓની સુવિધાઓ અને આવા સ્થળો આસપાસની હોટલ, દુકાનો અને લારીઓમાં વેચાતા ફૂડની ગુણવત્તા પર ખાસ તપાસ કરવા જેવા વિષયો પર નાયબ મુખ્યમંત્રીએ ચર્ચા કરી. આ અંગે ખાસ એક્શન પ્લાન તૈયાર કરાશે.દરમ્યાન નાયબ મુખ્યમંત્રીના નિર્દેશ અનુસાર ગઇકાલે રાજ્યભરમાં યાત્રાધામો અને પ્રવાસન સ્થળો આસપાસ હોટલ અને નાસ્તાની લારી દુકાનો પર ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની આકસ્મિક ચકાસણી હાથ ધરાઇ. દર અઠવાડિયે આ પ્રકારની કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી છે.