મેન્સ હોકી જુનિયર વિશ્વ કપમાં, ભારતે બેલ્જિયમને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ચેન્નાઈમાં રમાઈ રહેલી આ સ્પર્ધામાં ગઇકાલે ભારતે પેનલ્ટી શૂટઆઉટમાં ગોલ કરી 4-3થી મેચ જીતી હતી. ગોલ કીપર પ્રિન્સદીપ સિંહ શૂટઆઉટમાં કેટલાક અદ્ભુત બચાવ સાથે મેચનો હીરો રહ્યો. પ્રિન્સદીપને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. રવિવારે સેમિફાઇનલમાં ભારતનો સામનો જર્મની સામે થશે. ઉલ્લેખનીય છે કે ભારત બે વાર જુનિયર હોકી વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે.
Site Admin | ડિસેમ્બર 6, 2025 9:39 એ એમ (AM)
હોકી જુનિયર વિશ્વ કપમાં, ભારતે બેલ્જિયમને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો