ડિસેમ્બર 25, 2025 9:12 એ એમ (AM)

printer

હોકી ખેલાડી હાર્દિક સિંહને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર જ્યારે અન્ય 24 ખેલાડીઓને અર્જુન પુરસ્કાર માટે નામાંકિત કરાયા

પુરુષ હોકી ટીમના ઉપ-કપ્તાન અને બે વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા હાર્દિક સિંહને પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર માટે નામાંકિત કરાયો છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના ઉપપ્રમુખ ગગન નારંગ, ભૂતપૂર્વ હોકી ખેલાડી એમ.એમ. સોમાયા અને ભૂતપૂર્વ બેડમિન્ટન ખેલાડી અપર્ણા પોપટની પસંદગી સમિતિ દ્વારા આ નામાંકનોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.યોગાસનમાં ભાગ લેનાર આરતી પાલ સહિત ચોવીસ ખેલાડીઓને અર્જુન પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા છે. નિશાનેબાઝ મેહુલી ઘોષ, જિમ્નાસ્ટ પ્રણતિ નાયક અને ભારતની ટોચની ક્રમાંકિત મહિલા બેડમિન્ટન જોડી ત્રિસા જોલી અને ગાયત્રી ગોપીચંદ પણ આ ખેલાડીઓમાં સામેલ છે.ખેલ રત્ન એ યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા વાર્ષિક ધોરણે આપવામાં આવતો સર્વોચ્ચ રમતગમત પુરસ્કાર છે. રાષ્ટ્રપતિ નામાંકિત ખેલાડીઓને આ પુરસ્કાર અર્પણ કરે છે.