ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 6, 2024 8:06 પી એમ(PM) | Hockey | Hockey India | johor cup | sports news

printer

હોકી ઈન્ડિયાએ સુલતાન જોહોર કપ માટે જુનિયર પુરૂષોની ટીમની જાહેરાત

હોકી ઈન્ડિયાએ આજે મલેશિયામાં સુલતાન જોહોર કપની 12મી આવૃત્તિમાં ભાગ લેવા માટે 18 સભ્યોની જુનિયર પુરૂષોની ટીમની જાહેરાત કરી છે. નવ-નિયુક્ત મુખ્ય કોચ પી. આર. શ્રીજેશ મલેશિયામાં ટીમનું નેતૃત્વ કરશે જ્યારે આમિર અલી કેપ્ટન અને રોહિતને વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવશે. ભારત આ મહિનાની 19મીએ જાપાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે, ત્યારબાદ 20મીએ તેનો મુકાબલો બ્રિટન સામે થશે. ત્યારબાદ ભારતનો મુકાબલો 22મીએ યજમાન મલેશિયા સામે અને 23મીએ ઓસ્ટ્રેલિયા સામે થશે. આ મહિનાની 26મી તારીખે ફાઈનલ રમાશે. આ ટૂર્નામેન્ટ આ વર્ષે નવેમ્બરમાં મેન્સ જુનિયર એશિયા કપ મસ્કત 2024 પહેલા ટીમ માટે લિટમસ ટેસ્ટ તરીકે કામ કરશે.