હોકી ઇન્ડિયાએ ગઇકાલે રાંચીમાં આગામી સીઝન 2025-26 માટે હોકી ઇન્ડિયા પુરુષ અને મહિલા લીગની હોકી સ્પર્ધાનું સમયપત્રક જાહેર કર્યું. મહિલાઓની સ્પર્ધા 28 ડિસેમ્બરથી 10 જાન્યુઆરીએ રાંચીમાં, જ્યારે પુરુષોની સ્પર્ધા 3 થી 26 જાન્યુઆરીએ ચેન્નાઈ, ભુવનેશ્વર અને રાંચીમાં યોજાશે. ઝારખંડ રાજ્યના રમતગમત મંત્રી સુદિવ્ય કુમારે આગામી સીઝનથી હોકી ઇન્ડિયા લીગ (HIL) માટે રજૂ થનારી નવી હોકી ટીમ રાંચી રોયલ્સનો લોગો રજૂ કર્યો હતો.
Site Admin | ઓક્ટોબર 26, 2025 9:32 એ એમ (AM)
હોકી ઇન્ડિયાએ આગામી સીઝન 2025-26 માટે હોકી ઇન્ડિયા પુરુષ અને મહિલા લીગની હોકી સ્પર્ધાનું સમયપત્રક જાહેર કર્યું