જુલાઇ 15, 2025 9:27 એ એમ (AM)

printer

હોંગકોંગ ખાતે યોજાયેલી ત્રીજી એશિયન શટલકોક ચેમ્પિયનશિપ 2025માં પાટણના વિદ્યાર્થીએ ચાર ચંદ્રક જીત્યા

હોંગકોંગ ખાતે યોજાયેલી ત્રીજી એશિયન શટલકોક ચેમ્પિયનશિપ 2025માં પાટણના વિદ્યાર્થીએ ચાર ચંદ્રક જીત્યા છે.ભારતનું પ્રતિનિધિત્વ કરતા પાટણ જિલ્લાના સિધ્ધપુરની ગોકુલ ગ્લોબલ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી સાવનસિંહ હડિયોલ તથા આસિસ્ટન્ટ સ્પોર્ટ્સ ડિરેક્ટર હિમાંશુ સોલંકીએ ચંદ્રકો જીતીને જિલ્લા સહિત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. તેમણે વિવિધ સ્પર્ધામાં એક રજત તથા ત્રણ કાંસ્ય ચંદ્રક પોતાના નામે કર્યા હતા.વિજયી ખેલાડીઓને વિશ્વવિદ્યાલયના ચેરમેન અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત, રજિસ્ટ્રરે અભિનંદન પાઠવ્યા છે. આ પ્રસંગે ગોકુલ ગ્લોબલ વિશ્વવિદ્યાલયના ચેરમેન બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, “આવી સિદ્ધિઓ યુવાવર્ગમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધારે છે અને વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય મંચે આવકારવા માટે નવો માર્ગ પ્રશસ્ત કરે છે.