હોંગકોંગના તાઈપો જિલ્લામાં એક રહેણાંક સંકુલમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 94 થયો છે. 280 થી વધુ લોકો લાપતા છે. અધિકારીઓનું કહેવું છે કે આ સંખ્યા વધુ વધી શકે છે કારણ કે હજુ પણ ઘણા લોકો ઇમારતોમાં ફસાયેલા છે. કુલ 76 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી ઘણાની હાલત ગંભીર છે.
સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે અગ્નિશામકો સતત બીજા દિવસે આગ પર કાબુ મેળવી રહ્યા છે. ઇમારતની અંદર હજુ પણ આગની જ્વાળાઓ જોઈ શકાય છે. કેટલીક ઇમારતોમાં બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. ચાર ઇમારતોમાં લાગેલી આગને અસરકારક રીતે ઓલવી દેવામાં આવી છે. લગભગ 900 લોકોને કામચલાઉ આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે.
Site Admin | નવેમ્બર 28, 2025 8:03 એ એમ (AM)
હોંગકોંગના તાઈપો જિલ્લામાં એક રહેણાંક સંકુલમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 94 થયો