ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જૂન 13, 2025 7:46 પી એમ(PM) | હૉકી

printer

હૉકીમાં ભારતીય જૂનિયર મહિલા ટીમે ઍન્ટવર્પમાં યજમાન બૅલ્જિયમને ત્રણ-બેથી હરાવીને યુરોપ પ્રવાસમાં સતત ત્રીજી જીત નોંધાવી

હૉકીમાં ભારતીય જૂનિયર મહિલા ટીમે ઍન્ટવર્પમાં યજમાન બૅલ્જિયમને ત્રણ-બેથી હરાવીને યુરોપ પ્રવાસમાં સતત ત્રીજી જીત નોંધાવી. ભારતીય ખેલાડી સોનમે ચોથી મિનિટમાં ફિલ્ડ ગૉલના માધ્યમથી સ્કૉરિંગની શરૂઆત કરી. તો ભારતે રમતમાં શરૂઆતમાં સરસાઈ મેળવી. ભારતે પહેલા હાફ સુધી પોતાની એક-શૂન્યની સરસાઈ જાળવી રાખી. જવાબમાં બૅલ્જિયમ 37મી અને 40મી મિનિટે સતતબે ગૉલ કરીને રમતને બરાબરી પર લઈ આવ્યું હતું. મૅરી ગોએન્સે પહેલી ગૉલ પેનલ્ટી સ્ટ્રૉકથી કર્યો. ત્યારબાદ માર્ટે મૅરીએ ફિલ્ડ ગૉલ કર્યો. ચોથા ક્વાર્ટરમાં માત્ર નવ મિનિટ બાકી રહેતા કનિકાએ પૅનલ્ટી કૉર્નરને સફળતાપૂર્વક ગૉલમાં બદલ્યો. બૅલ્જિયમ સામે પોતાની ત્રણ મૅચ જીત્યા બાદ યુરોપના પ્રવાસમાં હવે ભારતની આગામી મૅચ ઑસ્ટ્રેલિયા સામે રમાશે.