ક્રિકેટની સૈયદ મુસ્તાક અલી ટ્રૉફીમાં આજે સર્વિસીઝ સામેની મૅચમાં ગુજરાતની ટીમનો વિજય થયો છે. હૈદરાબાદના જિમખાના મૅદાનમાં રમાયેલી મૅચમાં ગુજરાતે ટૉસ જીતીને પહેલા બૉલિંગનો નિર્ણય કર્યો હતો.ત્યારબાદ સર્વિસીઝ ટીમે નિર્ધારિત 20 ઑવરમાં નવ વિકેટ ગુમાવી 182 રન બનાવ્યાં. ટીમ તરફથી સૌથી વધુ 60 રન ઑપનિંગ બૅટ્સમૅન ગૌરવ કોચરે કર્યા. જવાબમાં ગુજરાતે 12 ઑવર ત્રણ બૉલમાં બે વિકેટે 183 રન બનાવી મૅચ જીતી લીધી. ગુજરાત તરફથી સુકાની ઉર્વિલ પટેલે સૌથી વધુ અણનમ 119 રન કરતાં તેમને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરાયા હતા.
Site Admin | નવેમ્બર 26, 2025 8:04 પી એમ(PM)
હૈદરાબાદમાં રમાયેલી ક્રિકેટની સૈયદ મુસ્તાક અલી ટ્રૉફીમાં સર્વિસીઝ સામે ગુજરાતની ટીમનો વિજય