જૂન 30, 2025 7:56 પી એમ(PM)

printer

હૈદરાબાદમાં એક ફાર્મા કંપનીમાં વિસ્ફોટમાં 12 શ્રમિકોનાં મૃત્યુ અને 26ને ઇજા

હૈદરાબાદ નજીક પશામિલારમ ખાતે એક ઔદ્યોગિક એકમમાં રિએક્ટર વિસ્ફોટમાં ઓછામાં ઓછા 12 શ્રમિકોનાં મૃત્યુ થયા છે અને 26ને ઇજા થઈ છે. ઔદ્યોગિક વિસ્તારની કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટથી ભારે આગ ફાટી નીકળી હતી, જેમાં એક કેમિકલ કંપનીને નુકસાન થયું છે.
રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ સોશિયલ મિડિયા X પર પોસ્ટમાં જણાવ્યું કે,સાંગારેડ્ડીમાં આગ દુર્ઘટનાથી તેઓ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરે છે. તેમણે મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના નજીકના સગાને બે લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાનાં વળતરની જાહેરાત કરી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.