મે 7, 2025 9:21 એ એમ (AM)

printer

હૈદરાબાદની અદાલતે ઓબુલાપુરમ માઇનિંગ કંપની ગેરકાયદેસર ખનન કેસમાં ચાર લોકોને દોષિત ઠેરવ્યા

હૈદરાબાદની એક વિશેષ CBI અદાલતે ઓબુલાપુરમ માઇનિંગ કંપની ગેરકાયદેસર ખનન કેસમાં ચાર લોકો ને દોષિત ઠેરવ્યા છે. અદાલતે તેમને સાત વર્ષની જેલની સજા ફરમાવી છે અને દરેકને 10 હજાર રૂપિયા, જ્યારે કંપની પર એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મંત્રી સબિતા ઇન્દ્ર રેડ્ડી અને ભૂતપૂર્વ અમલદાર બી કૃપાનંદમને પણ આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે.