ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 17, 2025 7:44 પી એમ(PM)

printer

હૈદરાબાદથી સાઉદી અરેબિયાના ઉમરાહ જતી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાતા 42 યાત્રાળુના મોત

હૈદરાબાદથી ઉમરાહ યાત્રાળુઓને લઈ જતી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી, જેમાં ઓછામાં ઓછા 42 લોકોના મોત થયા.
બસ 45 મુસાફરો જેમાં 43 ઉમરાહ યાત્રાળુઓ અને 2 સ્થાનિક સુવિધાકર્તાઓને લઈ જઈ રહી હતી, જ્યારે તે સાઉદી સમય મુજબ રાત્રે 11 વાગ્યે બદર અને મદીના વચ્ચે મુફરાહત નામના સ્થળે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. યાત્રાળુઓએ ઉમરાહ પૂર્ણ કર્યા પછી બસ મક્કાથી રવાના થઈ હતી.
ડીઝલ ટેન્કર સાથે અથડાતાં જ બસમાં આગ લાગી ગઈ. પ્રાપ્ત MAHઈટી અનુસાર મૃતકોમાં 20 મહિલાઓ અને 11 બાળકોનો સમાવેશ થાય છે. સાઉદી અરેબિયામાં ભારતીય રાજદૂત વ્યક્તિગત રીતે આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.