ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 11, 2024 3:13 પી એમ(PM) | helicopter crash | Indian Coast Guard | rakesh kumar rana

printer

હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલ જવાનના સન્માન સાથે અંતિમ સંસ્કાર

અરબી સમુદ્રમાં ગરકાવ તટરક્ષકદળના ક્રુ કમાન્ડન્ટ રાકેશ કુમાર રાણાનો મૃતદેહ લાંબા શોધ અભિયાન બાદ મળી આવ્યો હતો. ગત બીજી સપ્ટેમ્બરના રોજ એક બચાવ અભિયાન અંતર્ગત કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર દરિયામાં ખાબક્યું હતું. આ દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરમાં ચાર ક્રુ સભ્યો હતો જેમાંથી ઘાયલ એક જવાનને બચાવી લેવાયો હતો.

ત્રણના મોત થયા હતા. જેમાંથી બેના મૃતદેહ મળ્યા હતાં. જ્યારે ત્રીજા જવાનનો મૃતદેહ શોધવા માટે કોસ્ટે ગાર્ડે સઘન અભિયાન આદર્યુ હતું. અભિયાન બાદ ગઇકાલે રાકેશકુમાર રાણાનો મૃતદેહ મળી આવતાં હવે તેના સેવા પરંપરા અને સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાશે.