ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે સાત દિવસીય રાષ્ટ્રીય એકતા શિબિરનો પ્રારંભ થયો.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે સાત દિવસીય રાષ્ટ્રીય એકતા શિબિરનો પ્રારંભ થયો છે. મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે દીપ પ્રાગટ્ય કરી આ રાષ્ટ્રીય શિબિરને ખુલ્લી મૂકી હતી.
આ પ્રસંગે યુનિવર્સિટી કેમ્પસમાં એનએસએસ રેલી પણ યોજાઇ હતી. આ એકતા શિબિરમાં સમગ્ર દેશમાંથી ૧૧ રાજ્યો અને ૧ કેન્દ્રશાસિત પ્રદેશના મળી કુલ ૨૧૦ એન.એસ.એસ. સ્વયં સેવકો ભાગ લઇ રહ્યા છે. આ શિબિર દરમિયાન “માય ભારત પોર્ટલ” વિષય પર વ્યાખ્યાન, “વિકસિત ભારત” વિષય પર મોનો એક્ટિંગ અને પોસ્ટર મેકિંગ સ્પર્ધા, વેશભૂષા સ્પર્ધા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ રજુ કરવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.