જાન્યુઆરી 23, 2026 9:49 એ એમ (AM)

printer

હિમાચલ પ્રદેશ, જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, પંજાબ અને ઉત્તરાખંડમાં આજે ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગએ આજે હિમાચલ પ્રદેશ, જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, પંજાબ અને ઉત્તરાખંડમાં વાવાઝોડા, કરા, તોફાની પવન અને વીજળી સાથે ભારે વરસાદની આગાહી કરી છે.દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન અને પશ્ચિમ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા, કરા અને તોફાની પવનોની પણ આગાહી કરી છે. વધુમાં, ઉપ-હિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં અલગ અલગ સ્થળોએ ગાઢ ધુમ્મસ છવાઈ જવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 12 કલાકમાં ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં બે થી ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે.