ભારતીય હવામાન વિભાગે આજે ઝારખંડમાં વિવિધ સ્થળ પર ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આગામી પાંચ જુલાઈ સુધી ઓડિશા, બિહાર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિવિધ સ્થળ પર ભારે વરસાદની સંભાવના છે. વિભાગના જણાવ્યા મુજબ, આજે ચંડીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, કોંકણ, ગોવા , મધ્ય મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને વિદર્ભમાં પણ આ જ સ્થિતિ યથાવત્ રહેવાની શક્યતા છે.
દરમિયાન હવામાન વિભાગે આજે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમનના વિવિધ સ્થળ પર ભારે વરસાદની આગાહી કરી છે.
બીજી તરફ હિમાચલમાં સતત વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે. ભારે વરસાદથી અત્યાર સુધી 39 લોકોના મોત થયા છે. જ્યારે ચાર લોકો હજી પણ ગુમ હોવાના અહેવાલ છે.
Site Admin | જૂન 30, 2025 1:55 પી એમ(PM)
હિમાચલ પ્રદેશમાં સતત વરસાદના કારણે અત્યાર સુધી 39 લોકોના મોત, ચાર લોકો હજી પણ ગુમ