જાન્યુઆરી 10, 2026 8:37 એ એમ (AM)

printer

હિમાચલ પ્રદેશમાં બસ અકસ્માતમાં 14 લોકોના મોત – 33 ઘાયલ

હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં હરિપુરધાર નજીક ગઈકાલે એક ખાનગી બસ ખીણમાં પડી જતાં 14 લોકોના મોત થયા છે, 33 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.અકસ્માત સમયે બસમાં 66 મુસાફરો સવાર હતા. બસ સોલનથી હરિપુર ધાર જઈ રહી હતી. ઘાયલોને સારવાર માટે IGMC શિમલા રીફર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ સિરમૌર જિલ્લા વહીવટીતંત્રને મૃતકો અને ઘાયલ મુસાફરોના પરિવારોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવા અને શ્રેષ્ઠ શક્ય તબીબી સારવાર સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે તથા ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે.પ્રધાનમંત્રી મોદીએ દરેક મૃતકના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખની સહાયની જાહેરાત કરી. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.