ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

હિમાચલ પ્રદેશમાં પાંચમા દિવસે પણ સર્ચ ઓપરેશન ચાલુ

હિમાચલ પ્રદેશના શિમલા, મંડી અને કુલ્લુ જિલ્લામાં તાજેતરના વાદળ ફાટવાની ઘટનાઓમાં ગુમ થયેલા લોકોની શોધખોળ આજે પાંચમા દિવસે પણ ચાલુ છે. આજે સર્ચ ઓપરેશન દરમિયાન શિમલાજિલ્લાના સુન્ની નજીક ડોગરીમાંથી વધુ બે મૃતદેહ મળી આવ્યા છે. જેની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. અને લગભગ 40 લોકો હજુ પણ ગુમ છે.
કુલ્લુ જિલ્લામાં, કુલ્લુ-મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ, જે બિયાસ નદીના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે રાયસન અને ક્લોથ નજીક બંધ કરવામાં આવ્યો હતો, તેને ગઈકાલે સાંજે વાહનોની અવરજવર માટે ખોલવામાં આવ્યો હતો. જિલ્લાના નાયબ કમિશનરે જણાવ્યું કે મલાનામાંથી 15 સ્થાનિક લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે જિલ્લામાં 11 લોકો ગુમ છે અને બચાવ કામગીરી ચાલી રહી છે.
આ સાથે લાહૌલ સ્પીતિ જિલ્લાની મયદ ખીણના નાળાઓમાં પૂરને કારણે પુલ ધોવાઈ ગયો છે. જેના કારણે ખીણમાં આવેલા ગામનો અન્ય સ્થળો સાથે સંપર્ક તૂટી ગયો છે. રેવન્યુ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે અને ફસાયેલા વાહનોને બચાવવા તથા રસ્તાને પુનઃસ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે. દરમિયાન, હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.