હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં એક બસ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે. એક બાળક હજુ પણ ગુમ હોવાની આશંકા છે. વરસાદ છતાં બચાવ અને રાહત કામગીરી ચાલુ છે.મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું અને વહીવટીતંત્રને રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો.ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા અકસ્માતમાં થયેલા જાનમાલના નુકસાન પર દુ:ખ વ્યક્ત કર્યું છે . તેમણે અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. પ્રધાનમંત્રીએ મૃતકોના નજીકના સંબંધીઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી 2 લાખ રૂપિયા અને ઘાયલો માટે 50,000 રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી.
Site Admin | ઓક્ટોબર 8, 2025 9:32 એ એમ (AM)
હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં એક બસ અકસ્માતમાં 15 લોકોના મોત – બે લોકો ઘાયલ
