જુલાઇ 1, 2025 7:48 એ એમ (AM)

printer

હિન્દ- પ્રશાંત ક્ષેત્રમાં દરિયાઈ સહયોગ વધારવા માટે એક વ્યૂહાત્મક પહેલમાં પ્રથમ ક્વાડ મેરીટાઇમ ઓબ્ઝર્વેશન મિશન શરૂ

હિન્દ- પ્રશાંત ક્ષેત્રમાં દરિયાઈ સહયોગ વધારવા માટે એક વ્યૂહાત્મક પહેલમાં, ભારત, જાપાન, યુએસ અને ઓસ્ટ્રેલિયાના કોસ્ટ ગાર્ડ્સે, પ્રથમ ક્વાડ મેરીટાઇમ ઓબ્ઝર્વેશન મિશન શરૂ કર્યું છે. ક્વાડ દેશો વચ્ચે કામગીરી સંકલનમાં આ એક મહત્વપૂર્ણ પગલું હશે. તેનો ઉદ્દેશ્ય આ ક્ષેત્રમાં સંયુક્ત તૈયારી, જાગૃતિ અને આંતર-કાર્યક્ષમતા વધારવાનો છે.દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલયના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે હિન્દ- પ્રશાંત ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સાથી તરીકે ભારતની ભૂમિકાની પ્રશંસા કરી છે. ભારત અને અમેરિકા વચ્ચેના વેપારની સંભાવનાઓ અંગે, શ્રીમતી લેવિટે કહ્યું કે અમેરિકા અને ભારત વચ્ચે ટૂંક સમયમાં વેપાર કરાર થવાની અપેક્ષા છે. તેમણે કહ્યું કે આ કરારોને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.