હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ – H.A.L.-એ ભારતમાં S.J.-100 નાગરિક વિમાનોના નિર્માણ માટે રશિયાની જાહેર કંપની યુનાઈટેડ ઍરક્રાફ્ટ કૉર્પોરેશન સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. સોશિયલ મીડિયા સંદેશમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે દેશના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં આ ઐતિહાસિક પગલાની પ્રશંસા કરી. સંરક્ષણ મંત્રીએ S.J. 100 વિમાન ઉડાન યોજના હેઠળ ઓછા અંતરના જોડાણ માટે મહત્વની સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં આત્મનિર્ભરતાની દિશામાં તેને મોટું પગલું ગણાવતાં શ્રી સિંઘે કહ્યું, S.J. 100 દેશમાં તૈયાર થનારું પહેલું સંપૂર્ણ પ્રવાસી વિમાન હશે. તેમણે કહ્યું, આ વિમાનના નિર્માણથી ખાનગી ક્ષેત્ર મજબૂત બનશે અને ઉડ્ડયન ઉદ્યોગમાં પ્રત્યક્ષ તથા પરોક્ષ રોજગારની તકનું સર્જન થશે.
Site Admin | ઓક્ટોબર 28, 2025 7:49 પી એમ(PM)
હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડે ભારતમાં SJ-100 નાગરિક વિમાનોના નિર્માણ માટે રશિયાની જાહેર કંપની સાથે સમજૂતી કરાર કર્યા