હિન્દી સિનેમામાં હી-મૅન તરીકે જાણિતા સુપ્રસિદ્ધ અભિનેતા ધર્મેન્દ્રનું આજે અવસાન થયું છે. પંજાબથી સાધારણ શરૂઆતથી લઈ દિગ્ગજ ફિલ્મ કલાકાર બનવા સુધી સ્વર્ગીય ધર્મેન્દ્રનું જીવન જુસ્સા અને સિનેમાથી ભરપૂર રહ્યું. વર્ષ 1935માં જન્મેલા ધર્મેન્દ્રએ ફિલ્મ દિલ ભી તેરા હમ ભી તેરેથી ફિલ્મી સફરની શરૂઆત કરી. ત્યારબાદ શોલે, સત્યકામ, ચુપકેચુપકે, ગુલામી, મેરા ગાંવ મેરા દેશ, નૌકર બીવી કા, આઈ મિલન કી બેલા, પ્રતિજ્ઞા, ધરમવીર જેવી ફિલ્મોથી તેમણે પોતાના ભવ્ય અભિનયનો પરિચય આપ્યો.
છ દાયકાથી વધુની કારકિર્દીમાં તેમણે 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. ધર્મેન્દ્રને 70-ના દાયકામાં વિશ્વના સૌથી આકર્ષક પુરુષમાંથી એક તરીકે પસંદ કરાયા હતા. વર્ષ 2012માં તેમને પદ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.
Site Admin | નવેમ્બર 24, 2025 3:03 પી એમ(PM)
હિન્દી સિનેમામાં હી-મૅન તરીકે જાણિતા સુપ્રસિદ્ધ અભિનેતા ધર્મેન્દ્રનું આજે અવસાન થયું છે.