પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિન્દી દિવસ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે, હિન્દી ફક્ત સંદેશાવ્યવહારનું માધ્યમ નથી, પરંતુ દેશની ઓળખ અને મૂલ્યોનો જીવંત વારસો છે. તેમણે કહ્યું કે વિશ્વ મંચ પર હિન્દી પ્રત્યે વધતો આદર રાષ્ટ્ર માટે ગર્વ અને પ્રેરણાનો વિષય છે. શ્રી મોદીએ લોકોને હિન્દી સહિત તમામ ભારતીય ભાષાઓને સમૃદ્ધ બનાવવા અને તેમને ભવિષ્યની પેઢીઓ સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવા અપીલ કરી છે.
ગૃહમંત્રી અમિત શાહે પણ હિન્દી દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે કહ્યું કે હિન્દી, દેશની ભાષાઓ અને બોલીઓ વચ્ચે સેતુનું કામ કરે છે.
Site Admin | સપ્ટેમ્બર 14, 2025 3:57 પી એમ(PM)
હિન્દી દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ શુભેચ્છા પાઠવતા કહ્યું કે હિન્દી દેશવાસીઓની ઓળખ