ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 29, 2024 7:11 પી એમ(PM)

printer

હિઝબુલ્લાહે તેના સ્થાપક સભ્યોમાંથી એક નઇમ કાસેમને નવા વડા તરીકે નિયુક્ત કર્યા હોવાની જાહેરાત કરી

હિઝબુલ્લાહે તેના સ્થાપકસભ્યોમાંથી એક નઇમ કાસેમને નવા વડા તરીકે નિયુક્ત કર્યા હોવાની જાહેરાત કરી છે. 71 વર્ષિયકાસેમ 1991થી લેબનીઝ જૂથના નાયબ  સેક્રેટરી જનરલ તરીકે સેવા આપી રહ્યા છે. કાસિમહસન હવે નસરાલ્લાહનું સ્થાન લેશે, જે એક મહિના કરતાં પણ વધુ સમય પહેલા ઇઝરાયેલી બોમ્બધડાકામાં માર્યા ગયા હતા. અમેરિકન વિદેશ વિભાગે 1997માં હિઝબુલ્લાહને વિદેશીઆતંકવાદી સંગઠન તરીકે જાહેર કર્યું હતું. યુરોપિયન યુનિયન, આરબ લીગ અને ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સિલ સહિત 60 થી વધુ દેશો અને સંગઠનોએ હિઝબુલ્લાહને આંશિક રીતેઅથવા તેના સંપૂર્ણ રૂપે વિદેશી આતંકવાદી સંગઠન તરીકે જાહેર કર્યું છે.