માર્ચ 20, 2025 7:27 પી એમ(PM)

printer

હિંમતનગર સહિત ગ્રામીણ વિસ્તારમાં ઝડપાયેલ ૯૯ લાખના વિદેશી દારૂનો વીરપુર ખાતે નાશ કરાયો હતો.

હિંમતનગર સહિત ગ્રામીણ વિસ્તારમાં ઝડપાયેલ ૯૯ લાખના વિદેશી દારૂનો વીરપુર ખાતે નાશ કરાયો હતો.
ગુજરાતમાં દારૂબંધી છે છતા પણ ઠેર ઠેર દારૂનો જથ્થો ઝડપાય છે ત્યારે આજે હિંમતનગરના એ ડિવિઝન, બી ડીવીઝન. ગ્રામ્ય પોલીસ અને ગાંભોઈ પોલીસ સ્ટેશનમાંથી ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં ચાર પોલીસ સ્ટેશનના કુલ ૨૨૦ ગુન્હાઓનો ૪૭ હજારથી વધુ બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી કુલ ૯૯ લાખથી વધુના વિદેશી દારૂ પર રોડ રોલર ફેરવવામાં આવ્યુ હતુ.