હિંમતનગરને ખેડબ્રહ્મા સાથે જોડતો ઐતિહાસિક મીટર ગેજ ટ્રેક હવે આધુનિક બ્રોડ ગેજ સ્વરૂપે ફરી શરૂ થશે. સતાવાર યાદીમાં જણાવ્યા અનુસાર હિંમતનગર-ખેડબ્રહ્મા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ પૂર્ણતાના આરે છે.
તેનું કમિશનર ઑફ રેલવે સેફ્ટી-CRS દ્વારા નિરીક્ષણ શરૂ કરાયું છે. જેમાં હિંમતનગરથી જાદર સુધીના 20 કિલોમીટર વિસ્તારને આવરી લેવાયો. ટીમે સ્ટેશન સુવિધાઓ, ટ્રેક જ્યોમેટ્રી, વળાંકો, પુલો અને રોડ અંડર બ્રિજની વિગતવાર તપાસ કરી.
Site Admin | ઓગસ્ટ 13, 2025 9:50 એ એમ (AM)
હિંમતનગરને ખેડબ્રહ્મા સાથે જોડતો ઐતિહાસિક મીટર ગેજ ટ્રેક હવે આધુનિક બ્રોડ ગેજ સ્વરૂપે ફરી શરૂ થશે