ડિસેમ્બર 9, 2025 7:39 એ એમ (AM)

printer

હાલના હવાઈ સંકટ માટે ઇન્ડિગો જવાબદાર-કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું કે હાલના હવાઈ સંકટ માટે ઇન્ડિગો સંપૂર્ણપણે જવાબદાર છે અને તે પોતાની ફરજો બજાવવામાં નિષ્ફળ રહી છે. શ્રી નાયડુએ જણાવ્યું હતું કે ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટ (FDTL) માર્ગદર્શિકા નહીં, પરંતુ ક્રૂ અને પાઇલટના ઉપયોગ અંગે ઇન્ડિગોનો આંતરિક ગેરવહીવટ, વર્તમાન વિક્ષેપો અને ફ્લાઇટ રદ કરવા માટે જવાબદાર છે. તેમણે જાહેર કર્યું કે સરકાર તેમના તરફથી કોઈ દબાણ હેઠળ નથી અને હંમેશા બધી એરલાઇન્સ સાથે સમાન વર્તન કરે છે. તેમણે જણાવ્યું કે DGCA હાલમાં કારણદર્શક નોટિસ પર ઇન્ડિગોના પ્રતિભાવની તપાસ કરી રહ્યું છે અને મુસાફરોને થયેલી અસુવિધા અને પ્રતિસાદને ધ્યાનમાં રાખીને કડક પગલાં લેશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે મુસાફરોના અધિકારો પર ખાસ ધ્યાન આપીને હાલના તમામ નિયમો અને માર્ગદર્શિકામાં સુધારો કરવામાં આવશે.શ્રી નાયડુએ જણાવ્યું હતું કે આજથી પરિસ્થિતિ સંપૂર્ણ સામાન્ય થઈ જશે. તેમણે મુસાફરોને ખાતરી આપી કે સરકાર યોગ્ય અને સલામત કામગીરી સુનિશ્ચિત કરવા માટે નજીકથી દેખરેખ રાખશે.