ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 9, 2024 8:00 પી એમ(PM) | હાથરસ દુર્ઘટના

printer

હાથરસ દુર્ઘટના મામલે રાજ્ય સરકારે છ અધિકારીઓને ફરજમોકૂફ કર્યા

ઉત્તરપ્રદેશના હાથરસમાં નાસભાગ મામલાની તપાસમાટે રચાયેલી વિશેષ તપાસ ટુકડી- SITએ આપેલા અહેવાલ બાદ રાજ્ય સરકારે છ અધિકારીઓને ફરજ મોકૂફ કર્યા છે. વિશેષ તપાસ ટુકડીએ અહેવાલમાં લખ્યું કે, ઘટના પાછળનું મુખ્ય કારણ કાર્યક્રમના આયોજકની બેદરકારી છે.અમારા સંવાદદાતા જણાવે છે કે, SITના અહેવાલમાં સ્થાનિક તંત્રને જવાબદાર બતાવવામાં આવ્યું છે. 2 સભ્યની વિશેષ તપાસ ટુકડીએ એ પણ કહ્યું કે, દુર્ઘટનામાં ષડયંત્ર થયું હોવાની વાતને પણ નકારી ન શકાય, પરંતુ આ માટે ઊંડાણપૂર્વકની તપાસ જરૂરી છે. કાર્યક્રમના આયોજકે એકત્રિત ભીડ માટે યોગ્ય વ્યવસ્થા ન કરી. ટુકડીએ 2, 3 અને 5 જુલાઈએ  ઘટનાસ્થળ પર પહોંચી 125 લોકોની પૂછપરછ કરી અહેવાલ સરકારને આપ્યો છે. આઅહેવાલના આધારે સરકારે સિકન્દરા રાઉના જિલ્લા નાયબ કમિશનર, મામલતદાર, વર્તુળ અધિકારી, S.O. અને 2 અન્ય પોલીસ અધિકારીને ફરજમોકૂફ કર્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.