ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

‘હવે સમય આવી ગયો છે કે પોલીસ વ્યવસ્થા દેશના નાગરિકોના મૌલિક અધિકારોની રક્ષા કરવા આગળ આવે.’ – કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘હવે સમય આવી ગયો છે કે પોલીસ વ્યવસ્થા દેશના નાગરિકોના મૌલિક અધિકારોની રક્ષા કરવા આગળ આવે.’ શ્રી શાહે કહ્યું કે, ‘દેશની સરહદોની અંદર થતા ગુનાઓને ઘટાડવા માટે પોલીસ વ્યવસ્થાએ સજાગ રહેવું જોઈએ અને હવે એ સમય આવી ગયો છે કે નાગરિકોને ઓછામાં ઓછા સમયમાં ન્યાય મળે.’ ગઈકાલે નવી દિલ્હીમાં ભારતીય પોલીસ સેવાના વર્ષ 2023ની બેચના 76 પ્રૉબેશનર્સ અધિકારીઓ સાથે સંવાદ કરતા શ્રી શાહે આમ જણાવ્યું હતું. શ્રી શાહે કહ્યુ કે, ‘વર્તમાનમાં ગુના અને ગુનાને શોધવા માટેના નેટવર્ક અને પ્રણાલીથી દેશના 99 ટકા પોલીસ મથક ઑનલાઈન થઈ ગયા છે. ત્રણ નવા ફોજદારી કાયદામાં સમયસર ન્યાય, દોષિત ઠેરવવાના પુરાવામાં વધારો અને ટેક્નૉલોજીના મહત્તમ ઉપયોગ પર ભાર અપાયો છે. આ નવા કાયદાઓમાં ન્યાયિક પ્રક્રિયાને સમયબદ્ધ બનાવવામાં આવી છે અને પાંચ વર્ષમાં દેશના દરેક પોલીસમથકમાં નવા કાયદા સંપૂર્ણરીતે લાગુ થઈ જશે.’

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.