ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 13, 2024 7:15 પી એમ(PM)

printer

હવે પેન્શન ધારકો ને જીવન પ્રમાણપત્ર રજૂ કરવા માટે કોઈ ટ્રેઝરી, બેંક અથવા અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી

હવે પેન્શન ધારકો ને જીવન પ્રમાણપત્ર રજૂ કરવા માટે કોઈ ટ્રેઝરી, બેંક અથવા અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી. પેન્શનધારકો તેમના નજીકના ડાક ઘરના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવી શકે છે. આ માટે માત્ર 70/- રૂપિયા ફી નિર્ધારિત કરવામાં આવી છે. આ પ્રમાણપત્ર આપમેળે સંબંધિત વિભાગને ઓનલાઈન પહોંચી જશે. આથી પેંશન મળવામાં કોઈ અડચણ નહીં થાય.
ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ઝુંબેશ 3.0 30મી નવેમ્બર સુધી ચાલશે. આ પહેલનો ઉદ્દેશ ફેસ ઑથેન્ટિકેશન ટેકનિક અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ઑથેન્ટિકેશનની ડિજિટલ પ્રક્રિયાનો ઉપયોગ વધારવાનો છે, જેથી બધા પેંશનરો, ખાસ કરીને દૂરદૂરના વિસ્તારોમાં રહેતા લોકોને અનુકૂળ સેવાઓ મળી શકે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ