રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સતત પ્રદૂષિત હવાને કારણે તમામ પ્રકારના નિયંત્રણો અમલમાં છે. હવે દિલ્હી સરકારે સરકારી ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમનો નિર્ણય લીધો છે.
દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આજે ટ્વિટર પર લખ્યું કે, પ્રદૂષણ ઘટાડવા માટે દિલ્હી સરકારે સરકારી ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમનો નિર્ણય લીધો છે. 50 ટકા કર્મચારીઓ ઘરેથી કામ કરશે. અગાઉ મંગળવારે ગોપાલ રાયે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવને પત્ર લખીને દિલ્હીમાં ભારે પ્રદૂષણની સમસ્યા ડામવા કૃત્રિમ વરસાદ માટેની મંજૂરી માગી હતી.
આજે સવારે દિલ્હીના અનેક વિસ્તારોમાં હવા ગુણવત્તા સૂચકાંક – એક્યુઆઈ 450ને પાર થયો હતો.
Site Admin | નવેમ્બર 20, 2024 2:51 પી એમ(PM)
હવે દિલ્હી સરકારે સરકારી ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમનો નિર્ણય લીધો
