પ્રદૂષણને રોકવાના પ્રયાસમાં, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) અને સંલગ્ન વિસ્તારોમાં હવા ગુણવત્તા વ્યવસ્થાપન કમિશન (CAQM) એ દિલ્હીના 300 કિલોમીટર ત્રિજ્યામાં આવેલા છ થર્મલ પાવર પ્લાન્ટ્સને કારણદર્શક નોટિસ ફટકારી છે.
પર્યાવરણ નિયમો, 2023 હેઠળ સૂચિત બાયોમાસ કો-ફાયરિંગ ધોરણોનું પાલન ન કરવા બદલ આ નોટિસ જારી કરવામાં આવી છે. તમામ 6 થર્મલ પાવર પ્લાન્ટ્સ માટે પ્રસ્તાવિત કુલ પર્યાવરણીય વળતર 61 કરોડ રૂપિયાથી વધુ છે.
Site Admin | ડિસેમ્બર 24, 2025 1:43 પી એમ(PM)
હવા ગુણવત્તા વ્યવસ્થાપન કમિશને દિલ્હીની આસપાસના છ થર્મલ પાવર પ્લાન્ટ્સને કારણદર્શક નોટિસ પાઠવી