ઓગસ્ટ 27, 2024 7:55 પી એમ(PM) | હવામાન વિભાગ

printer

હવામાન વિભાગ (IMD) એ આગામી ત્રણથી ચાર દિવસ સુધી દેશના પશ્ચિમ, મધ્ય અને દરિયાકાંઠાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગ (IMD) એ આગામી ત્રણથી ચાર દિવસ સુધી દેશના પશ્ચિમ, મધ્ય અને દરિયાકાંઠાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત પરની ભારે દબાણની પરિસ્થિતી છેલ્લા 6 કલાકમાં પશ્ચિમ તરફ આગળ વધતાં 29મી ઓગસ્ટની સવાર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા અને ઉત્તરપૂર્વ અરબી સમુદ્રની આસપાસના વિસ્તારોમાં પહોંચશે.
જેની અસર હેઠળ, ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ, રાજસ્થાન, દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ, ઝારખંડ, કોંકણ અને ગોવા, ઓડિશા, મધ્ય મહારાષ્ટ્ર, છત્તીસગઢ, તેલંગાણા, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં આગામી 31મી ઓગસ્ત સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે