ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 9, 2024 7:34 પી એમ(PM)

printer

હવામાન વિભાગ તરફથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી

રાજ્યમાં એક તરફ નવરાત્રિ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગ તરફથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, કેન્દ્ર શાસિત પ્રદેશ દિવ દમણ અને દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂકાવાની પણ શક્યતા દર્શાવીને યલો એલર્ટ જાહેર કર્યું છે..
ડાંગ જિલ્લામાં આજે બપોર બાદથી વાતાવરણમાં પલટો આવતા મુખ્ય મથક આહવા તાલુકામાં ગાજવીજ અને પવન સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો.
કચ્છમાં મુન્દ્રા નાની તુંબડી અને આસપાસના વિસ્તારમાં પવન સાથે વરસાદી ઝાપટું વરસ્યું હતું. તો તાલુકા મથક ભચાઉમાં પણ ધીમી ધારે વરસાદ પડ્યો હતો.