ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 4, 2025 7:48 પી એમ(PM)

printer

હવામાન વિભાગે 9 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉતર ગુજરાતમાં હીટવેવની આગાહી કરી

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉતર ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે.
હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું કે, રાજ્યના દરિયાઈ જિલ્લાઓમાં 9 એપ્રિલ સુધી ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે. રાજ્યમાં આવતી કાલથી 8 એપ્રિલ સુધીમાં મહતમ તાપમાનમાં ક્રમશઃ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધારો થવાની શક્યતા છે.
છેલ્લાં 24 કલાકમાં મહત્તમ 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુરેન્દ્રનગર, ભુજ અને રાજકોટમાં, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં 40 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
દરમિયાન, લૂ અથવા “હિટવેવ”થી બચવા રાહત કમિશનરની કચેરીએ માર્ગદર્શિકા જાહેર કરી છે.
પુષ્કળ પ્રમાણમાં ઠંડુ પાણી, લીંબુ શરબત, છાશ, નારીયેળનું પાણી, ખાંડમીઠાનું દ્રાવણ અને ORS જેવા પ્રવાહીનું સેવન કરવાની સલાહ આપવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.