હવામાન વિભાગે 25 તારીખ સુધી મહારાષ્ટ્ર માટે હવામાનની ચેતવણી જારી કરી છે. 22 મેની આસપાસ કર્ણાટકના દરિયાકાંઠે પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર નીચા દબાણનું ક્ષેત્ર રચાવાના સંભાવના હોવાથી સમગ્ર મહારાષ્ટ્રમાં હવામાનમાં પલ્ટો આવશે. આગામી સપ્તાહે રાજ્યમાં વરસાદની સંભાવના છે.ગઈકાલે મહારાષ્ટ્રના સાંગલી, પરભણી અને જળગાંવ જેવા કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડા વિસ્તારોમાં 20 મે સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. આ વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગાજવીજ સાથે તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે.
Site Admin | મે 19, 2025 10:41 એ એમ (AM)
હવામાન વિભાગે 25 તારીખ સુધી મહારાષ્ટ્ર માટે હવામાનની ચેતવણી જારી કરી