ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 19, 2024 4:27 પી એમ(PM) | વરસાદ

printer

હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદને જોતા રેડ અલર્ટ જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ઑરેન્જ અલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદને જોતા રેડ અલર્ટ, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ઑરેન્જ અલર્ટ જાહેર કર્યું છે.
સૌરાષ્ટ્રમાં રાજકોટ,જામનગર,પોરબંદર,જુનાગઢ, દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. ઉપરાંત સુરેન્દ્રનગર,અમરેલી,મોરબી,ગીરસોમનાથ,બોટાદ,કચ્છ અને દીવના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક ભાગોમાં ભારે વરસાદને જોતા એનડીઆરએફની દસ ટીમો તૈનાત કરવામાં આવી છે.
સવારે 6 વાગ્યાથી શરૂ કરીને બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ 72 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ જુનાગઢના વંથાલી અને કેશોદમાં પાંચ ઇંચથી વધારે જ્યારે પોરબંદર અને દ્વારકાના ખંભાળિયામાં ત્રણ ઇંચથી વધુ, ઉપરાંત જુનાગઢ,રાજકોટ તેમજ ગીરસોમનાથના કેટલાક જિલ્લાઓમાં બેથી અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 54.76 ટકા સુધી જળસંગ્રહ થયો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 35 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.