હવામાન વિભાગે વાવાઝોડું અસના આગામી 24 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્રમાં પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે. જેના કારણે છેલ્લા 24 કલાકથી ગુજરાતના કચ્છ વિસ્તારમાં ભારે વરસાદ પાડવાની શક્યતા છે.
દરમિયાન હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન ઓડિશા, તટીય આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ અને તેલંગાણામાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી બે દિવસ દરમિયાન પૂર્વોત્તર ભારત, પશ્ચિમ બંગાળના ઉપ-હિમાલયી ક્ષેત્ર અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કોંકણ, ગોવા, કેરળ, દક્ષિણ અને મધ્ય ભારતમાં તટીય કર્ણાટકની સાથે તમિલનાડુ, પુડુચેરી, લક્ષદ્વીપ અને મધ્ય મહારાષ્ટ્રમાં આગામી છ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને પશ્ચિમ રાજસ્થાનમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરી છે.
Site Admin | ઓગસ્ટ 31, 2024 9:22 એ એમ (AM)
હવામાન વિભાગે વાવાઝોડું અસના આગામી 24 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્રમાં પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે
